વિશ્વભરમાં ૬૦૦૦થી વધુ ભાષા વર્ષ ૧૯૫૨માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માતૃભાષાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે ૨૧ ફેબ્રુઆરીએ એક આંદોલન કરવામાં આવ્યું હતું. તેમાં શહીદ થયેલા યુવાનોની સ્મૃતિમાં યુનેસ્કોએ પહેલી વખત વર્ષ ૧૯૯૯માં ૨૧ ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. આ દિવસને પહેલી વખત વર્ષ ૨૦૦૦માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ વિશ્વભરમાં પોતાની ભાષા-સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો છે. ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. માતૃભાષામાં વ્યક્તિ વિચારો અને પોતાની જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકે છે. આપણે એકબીજાના સંપર્કમાં માતૃભાષાને કારણે જ જોડાયેલા છે. યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે ૬૦૦૦થી વધુ છે.વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી, અરબી, પંજાબી, મેંડારિન, હિન્દી અને સ્પેનિશ છે.
ગુજરાતની માતૃભાષા ગુજરાતી હોય આપણને ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. માતૃભાષા ગુજરાતીને બચાવવા ગુજરાતના કવિઓ, લેખકો, સાહિત્યકારો,નો ફાળો ઘણો મોટો છે.
"વિશ્વ માતૃભાષા દિવસ" ની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા પંડિત દીનદયાળ હોલ પાલડી ખાતે કરવામાં આવી હતી. જેને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. સમય ૯:૦૦ થી ૧૦:૦૦ પ્રથમ ભાગમાં ગ્રંથયાત્રા પ્રસ્થાન,થલતેજ પ્રાથમિક શાળા -૨ થી પંડિત દીનદયાળ હોલ સુધી કાઢવામાં આવી હતી. ત્યાં સંગીતકારોની બે ટીમ બનાવી ભજન, હાલરડાં, લોકગીત, લગ્નગીત, ફટાણાં, ભવાઈ ગીતો, જોડકણાં અને અંતાક્ષરીની સ્પર્ધા યોજવામાં આવી હતી.ત્યાર બાદ મહાનુભાવોનું આગમન થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અને ગ્રંથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત ગૌરવ ગાથા ગીત "જય સોમનાથ" રજૂ કરવામાં આવ્યું. કવિ - સાહિત્યકારોની વેશભૂષામાં બાળકો પ્રસ્તુત થયા હતાં. 'મારી ભાષા મારું ગૌરવ ' વિષય પર પ્રસિદ્ધ સાહિત્યકાર તુષાર શુક્લ અને ડૉ.નિમિત્ત ઓઝાએ તેમના વિચારો રજૂ કર્યા હતાં. ત્યાર બાદ મહાનુભાવોનું સ્ટેજ પર આગમન અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અમદાવાદના માનનીય મેયરશ્રી દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખાની જાહેરાત બાદ તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. માનનીય શિક્ષણમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. વિશ્વ માતૃભાષા ઉજવણીનું સીધું પ્રસારણ YouTube અને બાયસેગના માધ્યમથી કરવામાં આવ્યું હતું. ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.
ખેરગામ તાલુકાની ૭૮ શાળાઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં કાર્યક્રમ નિહાળનાર શિક્ષકોની સંખ્યા ૨૬૦, વિદ્યાર્થીઓની સંખ્યા ૬૨૩૮ મહાનુભાવો ૧૨ અન્ય ૧૯૬ એમ એકંદરે કુલ ૬૭૦૬ વ્યકિતઓએ આ "વિશ્વ માતૃભાષા દિવસ" કાર્યક્રમ નિહાળ્યો હતો.
આંકડાકીય માહિતી સ્રોત: બી.આર.સી. ખેરગામ