તારીખ :૦૩-૦૩-૨૦૨૩નાં દિને પાણીખડક પ્રાથમિક શાળા ખાતે ખેરગામ તાલુકાનાં મુખ્ય શિક્ષકોની મીટીંગ યોજાઈ.

SB KHERGAM
0

    


તારીખ :૦૩-૦૩-૨૦૨૩નાં દિને પાણીખડક પ્રાથમિક શાળા ખાતે ખેરગામ તાલુકાનાં તમામ મુખ્ય શિક્ષકોની મીટીંગ યોજાઈ.
      નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નવીનભાઈ પટેલ સાહેબ અને ખેરગામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ દ્વારા ખેરગામ તાલુકાના તમામ મુખ્ય શિક્ષકોની મીટીંગ પાણીખડક પ્રાથમિક  શાળામાં રાખવામાં આવી હતી. જે અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મનીષ સાહેબ દ્વારા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ. શૈક્ષણિક તેમજ વહીવટી તમામ બાબતો અંતર્ગત જરૂરી માર્ગદર્શન સાહેબશ્રી દ્વારા આપવામાં આવ્યું ખેરગામ તાલુકામાં સૌપ્રથમવાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા આ રીતની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
                 ખેરગામ તાલુકાના બીટ નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ દ્વારા આવકાર પ્રવચન કરવામાં આવ્યું હતું. તથા સાહેબશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
        આ મીટિંગમાં ૫૨ (બાવન) પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, સંઘનાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ હાજર રહ્યા હતાં.
       અંતે ખેરગામ તાલુકાના સમગ્ર શિક્ષક પરિવાર વતી દિવ્યેશકુમાર ચૌહાણ પ્રમુખશ્રી ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top