વડોદરા ખાતે રાજ્યભરનાં તબિબી વિદ્યાર્થીઓ અને જાણીતાં તબિબો દ્વારા મહાસંમેલન સાયનેપ્સ યોજાયું.

SB KHERGAM
0

   

 વડોદરા ખાતે રાજ્યભરનાં  તબિબી વિદ્યાર્થીઓ અને જાણીતાં તબિબો દ્વારા મહાસંમેલન સાયનેપ્સ યોજાયેલ જેમાં 1000 થી વધારે તબિબી વિદ્યાર્થીઓ અને 200 થી વધારે જાણીતાં તબિબો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા સાહેબ દ્વારા સામાજિક સમસ્યાઓ વિશે બાળકોને ધારદાર રીતે સમજાવી અવગત કર્યા કર્યા હતાં.ડો.પ્રદીપભાઈ અને ડો.શાંતિકર વસાવા પરંપરાગત આદિવાસી વસ્ત્રો પરિધાન કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં અને અનેક વિદ્યાર્થીઓ દ્વારા એમની સાથે સેલ્ફી પડાવવામાં આવી હતી.સૌથી મહત્વની વાત એ રહી હતી કે અત્યારસુધી વિવિધ પેટાજ્ઞાતિઓ અને કોલેજોમા વહેંચાયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ જબરજસ્ત ઉત્સાહથી જય આદિવાસી,જોહાર,જય ભારતનાં જય ઘોષ કર્યા હતાં.વિદ્યાર્થીઓમાં રહેલો આદિવાસીત્વ પ્રત્યેનું ઝનૂન આવનાર સમયમાં આદિવાસી સમાજના પ્રગતિના પ્રતિક તરીકે તમામ મહાનુભાવોએ અનુભવ્યું હતું.આ ઉપરાંત મહેમાનો તરીકે નાંદોદ વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,દાહોદ માજી સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ,ડો.પી.બી.થોરાત અને ડો.ચંદનબેન થોરાત,ડો. શાંતિકર વસાવા,ડો. રાજનભાઈ ભગોરા,ડો.ભરતભાઈ પટેલીયા,ડો.દુષ્યન્તભાઈ બલાત,તાપી જિલ્લા ડેપ્યુટી કલેકટર ડો.ક્રિષ્નાબેન પટેલ,ડો.શાંતિલાલ ગાંવિત,ડો.જે.સી.વસાવા,ડો.અમિત અસારી,ડો.આનંદ પલાસ,ડો. વૈભવ હઠીલા,વડોદરા એસીપી કમલેશભાઈ વસાવા,તાપી જિલ્લા નિવૃત કલેકટર શ્રી મોડિયા,નિવૃત વનઅધિકારી અરુણભાઈ ચૌધરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.વિવિધ કૃતિઓ બતાવી તબિબી બાળકો અને મહાનુભાવોએ સામાજિક વાતો કરીને ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કર્યા હતાં.કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ડો.વિનોદભાઈ સંગાડા,હોદ્દેદારો ડો.ડેક્ષટર વસાવા,ડો.હિતેષ રાઠોડ,ડો.અમિત દેદુન,ડો.શીતલ હઠીલા,ડો.જલ્પા બલાત,ડો.નિર્મિષ અસારી,ડો.વિજયભાઈ ભાભોર સહિતની આખી ટીમે સખત મહેનત કરી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન ડો.શિવાની ચૌધરી અને ડો.મનીષ નિનામા દ્વારા કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત મહાનુભાવો દ્વારા હવે આવનાર સમયમાં આવા જ ઉત્સાહી વિદ્યાર્થીઓ સમાજનું સુકાન સારી રીતે સંભાળશે એવી ઈચ્છા વ્યક્ત કરેલ હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top