ગણદેવી તાલુકાની પોંસરી પ્રા. વિધામંદિરના વિધાર્થીઓ NMMS પરીક્ષામાં ઝળકયાં

SB KHERGAM
0

   

ગણદેવી તાલુકાના બીલીમોરા પોંસરી પ્રા. વિધામંદિરના વિધાર્થીઓ NMMS પરીક્ષામાં ઝળકયાં.

ખેરગામ, નવસારી તા:8/4/2023

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધો.8 નાં વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા યોજાઈ હતી. જેમાં ગણદેવી તાલુકાના પોંસરી પ્રાથમિક વિદ્યામંદિરના સાત વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને મેરીટમાં આવનાર વિદ્યાર્થીને પ્રત્યેક વર્ષે રાજ્ય સરકાર તરફથી રૂ. ૧૨૦૦૦ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જે રકમ વિદ્યાર્થી પોતાના આગામી 4 વર્ષના ધોરણ 9 થી 12 નાં સરકારી હાઈસ્કૂલનાં અભ્યાસ દરમિયાન પ્રત્યેક વર્ષે મેળવે છે. શાળાના વિદ્યાર્થીઓ સને 2022-2023ની NMMS પરીક્ષામાં ઉત્તીર્ણ બન્યા છે. પ્રીત ભરતભાઇ પટેલ, યાશિ મનોજભાઈ પટેલ, જૈની અનિલભાઈ પટેલ એ જિલ્લામાં દ્વિતીય, તૃતીય અને ચતુર્થ  સ્થાન મેળવતા ઉપરોક્ત શિષ્યવૃત્તિ મેળવવાને હકદાર બન્યાં છે. જ્યારે હેતા ઈશ્વર પટેલ, પ્રિયલ સુરેશભાઈ પટેલ, ભાર્ગવી નરેશભાઈ પટેલ, રુદ્ર મનહરભાઈ ભક્તવાલાએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સરપંચશ્રી ભુપેન્દ્ર પટેલ,સભ્યો અને શાળા પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top