કપરાડાની આમધા પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની સંસ્કૃતિ સાથે ઉજવણી
કપરાડા તાલુકાની આમધા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે બાળકો અને વાલીઓ આદિવાસી સંસ્કૃતિથી વધુ પરિચિત થાય અને સંસ્કૃતિની જાળવણી કરે તેમજ જુદી જુદી લોકબોલીથી પરિચિત થાય એ હેતુથી સહભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
લોકબોલીમાં વાર્તા, ચિત્ર સ્પર્ધા વારલી પેઇન્ટિંગ, પ્રોજેક્ટર પર આદિવાસી સંસ્કૃતિનું નિદર્શન, આદિવાસી સંગીત સાધનોનું પ્રદર્શન, નેતાનો પરિચય, આદિવાસી વેષ ભૂષા, રેલી અને આદિવાસી વાનગી જેવી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રીતિ ભોજનના રૂપમાં આદિવાસી વાનગી પનેલા તથા પેજવું (ભડકું) પણ બાળકોએ આરોગી આદિવાસી દિવસની યાદગાર ઉજવણી કરી હતી.
સૌજન્ય : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૦ ઓગસ્ટ