Andhatri : માંડવીના વિસડાલીયામાં આદિવાસી સમાજનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ.

SB KHERGAM
0

           

Andhatri  : માંડવીના વિસડાલીયામાં આદિવાસી સમાજનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ.

આદિવાસી કલાકારો દ્વારા અનેકવિધ કૃતિઓની પ્રસ્તુતિ

માંડવી તાલુકાના વિસડાલીયા ગામે આવેલા ભીડભંજન હનુમાન મંદિરે આદિવાસી નૃત્ય અને ગાયનનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યક્રમ માંડવી મામલતદાર વસાવા તેમજ ટીડીઓ રવીન્દ્રસિંહ સોલંકીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આદિવાસી સર્વાગી વિકાસ સંથ વાઝરડા (સોનગઢ) નિર્મલાબેન ગ્રૂપે નાચણાની રજૂઆત કરી હતી. આદિવાસી યાહામોગી ગ્રૂપ સાગબારાના કલાકારોએ આદિવાસી

સંસ્કૃતિને ઉજાગર કરતી સુંદર કૃતિ રજૂ કરી હતી. ત્યારબાદ લોક ગાયક ઉર્વિબેન રાઠવા, કીર્તિભાઈ ચૌધરીની ટીમે આદિવાસી ટીમલી નાચણા અને લોકબોલીમાં ગાયન રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં સરસ્વતી મ્યૂઝિકલ એન્ડ સાઉન્ડ ગ્રૂપ માલધાનો સહયોગ સાંપડયો હતો. કાર્યક્રમનું સંચાલન ધવલસિંહ સોલંકીએ કર્યુ હતું.

સંદેશ સમાચાર

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top